Sunday, March 18, 2012

આર્થિક વિકાસને વેગ આપનારું સુધારાલક્ષી બજેટ

http://www.gujaratsamachar.com/20120318/busi/busi3.html 

આર્થિક વિકાસને વેગ આપનારું સુધારાલક્ષી બજેટ 

અંદાજપત્રમાં દેખીતી રીતે કૃષિ, ઊર્જા ક્ષેત્ર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને વેગ અપાયો છે. આ એક ભાવિ શક્યતા સાથેનું, પ્રગતિકારક અને સુધારાલક્ષી અંદાજપત્ર છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખાનગી રોકાણ આકર્ષવા જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)ને આધાર પૂરો પડે તે માટે વાયેબિલિટી ગેપ ફન્ડિંગ (વીજીએફ)ની જરૃરિયાતને પારખીને સરકારે સિંચાઈ (બંધો, નહેરો, બાંધખાતા) કૃષિ બજારોમાં ટર્મિનલ માર્કેટસ, મજિયારા આંતરમાળખા, જમીન પરીક્ષણ કરતી લેબોરેટરીઝ અને ફર્ટિલાઈઝર્સ ક્ષેત્રે મૂડીરોકાણને વીજીએફ માટે પાત્ર ગણ્યા છે.
જોકે, નાણાં ખાધને જાળવી રાખવાની સરકારની કઠિનાઈ સર્વિસ ટેક્સના દસ ટકાના દર પરથી વધીને ૧૨ ટકામાં પરિણમી છે. હવે સર્વિસ ક્ષેત્રનું યોગદાન જીડીપીના ૫૦ ટકાથી પણ વધુનું છે. આર્થિક વૃદ્ધિ જીવંત બનતાં સરકારને એક્સાઈઝ ડયૂટી ૧૨ ટકા સુધી વધારવાની છૂટ મળી છે. જોકે, કોર્પેેરેટ ટેક્સમાં કશો ફેરફાર કરાયો નથી. રાહતની મર્યાદા વધારી અને ટેક્સના સ્લેબમાં ફેરફાર કરીને આમ વ્યક્તિને આવકવેરામાં રાહત અપાઈ છે.
સરકારે ખાસ કરીને બુલિયન ઉદ્યોગ સામે કઠોર વલણ અપ્નાવ્યું છે. આ કઠોર પગલાં હૂંડિયામણના બહાર ચાલી જતા પ્રવાહને રોકવા અને બિનઉત્પાદકીય અસ્કયામતોમાં રોકાણો ઘટાડવા માટે લેવાયા હોવાની શક્યતા છે. જોકે, બુલિયનને કારણે હૂંડિયામણના બહાર ચાલી જતા પ્રવાહને રોકવા સરકાર આકર્ષક ગોલ્ડ બોન્ડ સ્કીમ મારફત સ્થાનિક ઘરગથ્થુ સ્ટોક મેળવી શકી હોત અને આવા સોનાને રિફાઈન્ડ સ્ટાન્ડર્ડ ગોલ્ડ બારમાં પરિવર્તિત કરીને તેવું સ્થાનિક બજારમાં પુનર્વેચાણ કરી શકાયું હોત. આથી ભૌતિક સ્વરૃપે ઉપલબ્ધિને અસર થયા વિના આયાતનો વિકલ્પ પ્રાપ્ત કરી શકાયો હોત.
પૂર્વ ભારતમાં અનાજની ઉત્પાદકતામાં વધારો કરવા ખર્ચ વધારવાની દરખાસ્ત સરકારનું સકારાત્મક પગલું છે. અંદાજપત્રમાં વેરહાઉસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની ગત વર્ષથી આગળ વધારાશે. આરઆઈડીએફ હેઠળ દેશમાં વેરહાઉસના આંતરમાળખાને ધિરાણ પૂરું પાડવા નાબાર્ડને રૃ.૫,૦૦૦ કરોડ અપાયા છે. સરકારે આધાર પ્રોજેક્ટ વિષે સકારાત્મક નિર્દેશ આપ્યા છે, જેનો ઉપયોગ સબ્સિડીના વિતરણ અને જાહેર વિતરણ પ્રણાલીને નક્કર બનાવવા અદ્યતન ટેક્નોલોજી માટે થશે. ફર્ટિલાઈઝર્સ સબ્સિડીના વિતરણમાં સૂચિત સુધારા પણ આવકારપાત્ર છે. ખેતી, ઊછેર, ઉત્પાદન, પ્રોસેસિંગ કે માર્કેટિંગના તબક્કાથી પ્રાયમરી બજારમાં વેચાણ ઉત્પાદન માટેની જરૃરી સેવાઓને નકારાત્મક યાદીમાં આવરી લેવાઈ હોઈ આ સેવાઓ પર સર્વિસ ટેક્સ લાગુ પડશે નહીં.
અત્રે જણાવેલા વ્યવસાયો કે જેમાં રોકાણ સંલગ્ન મૂડીખર્ચની કપાત થઈ હોય તે હાલના ૧૦૦ ટકાની સામે વધેલા ૧૫૦ ટકાના દરે મળી શકશે. આ વ્યવસાયોમાં કોલ્ડ ચેઈન સુવિધા, અનાજ સંગ્રહ માટેના વેરહાઉસ, હોસ્પિટલ્સના ફર્ટિલાઈઝર્સ, પોસાણક્ષમ હાઉસિંગનો સમાવેશ થાય છે, જે કૃષિ સંબંધી લણણી બાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપશે.
જીએસટીના મોરચે, સરકારે નક્કર વ્યૂહ ઘડી કાઢયો છે. જીએસટી નેટવર્કનું માળખું રાજ્યનાં નાણાંપ્રધાનોની એમ્પાવર્ડ કમિટીએ મંજૂર કર્યું છે. જીએસટી નેટવર્ક નેશનલ ઈન્ફોર્મેશન યુટિલિટી તરીકે સ્થપાશે અને ઓગસ્ટ-૨૦૧૨થી કાર્યરત જીએસટી નેટવર્ક તમામ રાજ્યો માટે શેર્ડ પ્લેટફોર્મ પર મજિયારી પેન આધારિત નોંધણી, રિટર્નના ફાઈલિંગ અને પેમેન્ટ પ્રોસેસિંગ અમલી બનાવશે, જે રાષ્ટ્રીય સ્તરના ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જોને વેગવાન બનાવશે અને ધીમે-ધીમે કોમોડિટીના હાજર વેપારમાં દેશભરમાં હાજર ભાવની શોધ પારદર્શકતા લાવશે. જીએસટીનો અમલ આ સ્વપ્નને સફળ બનાવશે. 
લણણી બાદની લોન કે જે નિગોશિયેબલ વેરહાઉસ રસીદો સામે લેવાઈ હોય તેના ઉપરના વ્યાજમાં ૩ ટકાની રાહતથી ખેડૂતોની આપિાકારક વેચવાલી અટકશે.
આડકતરા વેરા સંબંધમાં કરાયેલી અનેક જાહેરાતો જેવી કે ફાર્મ ઈક્વિપમેન્ટ પરની અને ગ્રીન હાઉસીસ, વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર્સ ઉપરની આયાત-જકાતમાં કરાયેલા ઘટાડાથી ખેડૂતોના ઉપયોગી વપરાશી માલો ઉપરના ખર્ચમાં ઘટાડો થશે.
ગૌણ સિંચાઈ યોજનાઓને વાયેબિલિટી ગેપ ફન્ડિંગ હેઠળ સિંચાઈ પ્રોજેક્ટો માટે નાણાંકીય સગવડ પૂરી પાડવા માટે એક સ્વતંત્ર કંપ્ની રચવાનો નિર્ણય પણ એક નવીનામ પગલું છે, કારણ કે આ યોજનાથી અનેક ખાનગી કંપ્નીઓ પણ સિંચાઈની સગવડો વિકસાવવાના ધંધામાં પ્રવેશ કરવા આકર્ષાશે.
કૃષિ વિષયક સંશોધનો માટે સંશોધકોને રૃ.૨૦૦ કરોડના પારિતોષિકો આપવાની યોજના પણ સરકારે લીધેલું એક નવીનામ પગલું છે. સંશોધક વૈજ્ઞાાનિકો દ્વારા કૃષિવિષયક ક્ષેત્રમાં વૈજ્ઞાાનિકો કેટલો મહવનો ફાળો આપી શકે એમ છે તે આ જોગવાઈથી પુરવાર થયું છે.
ટૂંકમાં કહીએ તો અંદાજપત્ર સરકારનો આર્થિક સુધારાલક્ષી કાર્યક્રમને નવા વર્ષમાં પણ આગળ ધપાવવાના સરકારની પ્રતિબદ્ધતા સમાન છે.

News From

International National Entertainment Business Sports
        
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
       
૨૦૦ વર્ષના ઇતિહાસમાં આજે પહેલીવાર નંદીશ્વર દ્વીપ મહાપૂજા
વડતાલ મંદિરનો ખજાનો લૂંટવા શિવાની ગેન્ગે તૈયારીઓ કરી હતી
ગુજરાતનાં બાળકો ઉઠાવી જઇ અન્ય રાજ્યોમાં વેચવાનું ષડયંત્ર
ભ્રષ્ટાચારની ચર્ચાના ડરથી કેગનો રિપોર્ટ વિધાનસભામાં મૂકાતો નથી
ઝાલાવાડમાં માત્ર રૃપિયા ૧૫૦માં વેચાતું ચોખ્ખું ઘી !
અંદાજપત્રની દરખાસ્તો ઘણી પ્રશંસનીય છે ઃ લોર્ડ સ્વરાજ પોલ
સ્વામીનો એ.રાજા સામેનો કેસ ૨૬મી મે સુધી મોકૂફ
RSSના મહામંત્રી તરીકે ફરીથી સુરેશ જોષી
દિલ્હી અને થાઇલેન્ડમાં થયેલા બોમ્બ વિસ્ફોટ વચ્ચે સંબંધ છે
પગના અંગૂઠામાં થયેલી કપાસીને કેન્સર ગણાવી મહિલા પાસેથી રૃા.૨૭ લાખ પડાવ્યા
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ૧૧ વર્ષ બાદ ફરી પતિ-પત્નીની ભૂમિકામાં
મધુર ભંડારકરની આગામી ફિલ્મના શૂટિંગમાં અવરોધ આવ્યા કરે છે
અમિતાભ બચ્ચનની ફિલ્મની રિલીઝ હોલીવૂડના દિગ્દર્શકને કારણે અટવાઇ
સુપરહિટ ફિલ્મ ઇચ્છનારા સંજય લીલા ભણશાલીએ મધુર ભંડારકરનો સંપર્ક કર્યો
ઇમરાન ખાનનું પ્રોફેશનલાઝિમ રણબીર કપૂર માટે લાભકારી નીવડયું
બજેટના અર્થઘટન વચ્ચે સેન્સેક્ષ ૧૭૧૧૧થી ૧૭૭૭૭, નિફ્ટી ૫૨૨૨થી ૫૪૧૧ રેન્જમાં ફંગોળાશે
ઝવેરીઓએ બંધ પાળ્યોઃ એકસાઈઝ, ઈમ્પોર્ટ ડયુટી વિ.ના પ્રશ્ને બુલિયન બજારો આંદોલનના માર્ગે
આર્થિક વિકાસને વેગ આપનારું સુધારાલક્ષી બજેટ
ગ્રામ્ય વિસ્તારોમાં TV, રેફ્રીજરેટર, અને વોશિંગ મશીનના વેચાણમાં ઘટાડો
જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા ચૂકવાતા ઈન્ટરીમ ડિવિડન્ડમાં તીવ્ર ઊછાળો
આજે ભારતે ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા પાકિસ્તાનને હરાવવું પડશે
સચિન તેંડુલકરની નજરે તેની કારકિર્દીની 20 યાદગાર પળ
મહાસિધ્ધિ પુરી થતાં જ નિવૃત્તિ જાહેર કરું તેટલો સ્વાર્થી નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ક્લંિઝીલ્ક મિલ્ક કેવું હોવું જોઈએ?
ફ્રેશ અને હેલ્ધી રાખે યોગાસન અને કસરત
 

Gujarat Samachar Plus

તમને ખબર પણ ના પડે અને તમારા નંબર પરથી તમારી 'મિસ'ને મીસ કોલ થઈ જાય
સાહેબ, મારું સરનામું લખ્યું છે જોઈ લે...જો
જીટીયુના ૪૦ ટકા પ્રોજેક્ટ ચોરી કરેલા
More માર્કસ માટે માહોલનું મેજીક મદદરૃપ
૧ વર્ષની તૈયારી, ૩ કલાકનું પેપર અને ૧૦ મિનીટનું ચેકિંગ
સ્વસ્થ પરિવારની ચાવી એટલે અરસપરસનો સંવાદ
પિત્ત અને કફની બિમારીમાં લાભકારી દૂધી
નખની સારસંભાળ કેમ કરશો?
 More Stories
 

No comments: